કુંભમેળાને પગલે પ્રયાગરાજની ફ્લાઇટ્સના ભાડા સાતમા આસમાને

કુંભમેળાને પગલે પ્રયાગરાજની ફ્લાઇટ્સના ભાડા સાતમા આસમાને

કુંભમેળાને પગલે પ્રયાગરાજની ફ્લાઇટ્સના ભાડા સાતમા આસમાને

Blog Article

મહાકુંભ મેળાને પગલે ભારતના વિવિધ શહેરોમાંથી પ્રયાગરાજની ફ્લાઇટ્સના ભાડામાં અને બુકિંગમાં અસાધારણ ઉછાળો આવ્યો છે. પ્રયાગરાજ હવે 20થી વધુ સ્થળો સાથે સીધી અને વન-સ્ટોપ ફ્લાઇટ દ્વારા જોડાયેલ છે, જ્યારે ગયા મહાકુંભ દરમિયાન દિલ્હીથી માત્ર એક ફ્લાઇટ્સ હતી.

એક ટ્રાવેલ પોર્ટલના વિશ્લેષણ મુજબ ભોપાલ અને પ્રયાગરાજ વચ્ચેનું એકતરફી હવાઈ ભાડું ગત વર્ષે રૂ. 2,977થી 498 ટકા વધી રૂ.17,796 થયું છે. અમદાવાથી પ્રયાગરાજનું વિમાન ભાડું 41 ટકા વધી રૂ.10,364 થયું છે.
દિલ્હીથી પ્રયાગરાજનું હવાઈ ભાડું 21 ટકા વધી રૂ.5,748 થયું છે, જ્યારે મુંબઈ-પ્રયાગરાજ ફ્લાઇટ ટિકિટનો ભાવ 13 ટકાનો ઉછાળો સાથે રૂ.6,381 થયો છે. પ્રયાગરાજની નજીક આવેલા લખનૌ અને વારાણસીની ફ્લાઇટની ભાડામાં પણ 3થી 21 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. વાર્ષિક ધોરણે પ્રયાગરાજ માટે ફ્લાઇટ બુકિંગમાં 162 ટકાનો વધારો થયો છે જ્યારે લખનૌ અને વારાણસી માટેના બુકિંગમાં અનુક્રમે 42 ટકા અને 127 ટકાનો વધારો થયો છે. આ આંકડા 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરીના સમયગાળાના છે.

મુખ્ય ‘સ્નાન’ની તારીખો પહેલા મુસાફરી માટે ભાડામાં તીવ્ર વધારો થયો છે. ઉદાહરણ તરીકે, મુંબઈ જેવા મુખ્ય મહાનગરોમાંથી 27 જાન્યુઆરીના ભાડા નોન-સ્ટોપ ફ્લાઈટ્સ માટે વન-વે રૂ. 27,000 જેટલા ઊંચા છે.

Report this page